નવી દિલ્લીઃ શું તમારા ઘરે પણ રસોડામાં વંદા ફરી રહ્યા છે. શું તમે પણ કોકરોચથી પરેશાન છો. તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માગો છો. તો આ અહેવાલ તમારા માટે છે. કેમ કે, આજે અમે તમને કોકરોચમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો જણાવીશું. જેને અપનાવીને તમે કોકરોચને ખતમ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોકરોચ ક્યાં હોય છે?
સૌથી મોટો તો પ્રશ્ન એ છે કે, આપણા ઘરમાં વારંવાર વંદા ક્યાંથી આવે છે. તો આ વાતનો જવાબ એકદમ સરળ છે. ઘરમાં ગમે ત્યાં ગંદકી હોય છે અથવા ઘરમાં ભેજવાળું ઠંડુ વાતાવરણ રહેતું હોય તો ઘરમાં કોકરોચ આવી જાય છે. ગંદકી અને ભેજ આ બંને કોકરોચ માટે મહત્વના કારણ છે.


બેકિંગ સોડાથી મારો કોકરોચ-
બોરિક એસિડ ઝેરીલો પદાર્થ છે એટલા માટે તેનો ઉપયોગ ઘરમાં કરવો હાનિકારક થઈ શકે છે. તેવામાં તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. કેમ કે, તેનાથી બાળકોને કોઈ નુકસાન નહીં થાય. બેકિંગ સોડા અને ખાંડનું મિશ્રણ તો કોકરોચ અને અન્ય કીટાણુંને મારી શકે છે. ખાંડ આ કીટાણુંને પોતાના તરફ ખેંચે છે અને બેકિંગ સોડા તેનો ખાતમો કરી શકે છે. 


ફૂદીનાનું તેલ-
ફૂદીનાનું તેલ જેટલું માણસો માટે લાભદાયી છે એટલું જ કોકરોચ માટે ખતરનાક છે. આ તેલના ઉપયોગથી કોકરોચ તમારા ઘરની આસપાસ પણ નહીં ભટકે. મીઠાવાળા પાણી અને ફૂદીનાના મિશ્રણથી સ્પ્રે તૈયાર કરો. અને જે જગ્યા પર કોકરોચ ફકે છે ત્યાં સ્પ્રે કરી દો. જો કે, આ ઉપાયથી કોકરોચ સામે છુટકારો મેળવવામાં વાર લાગી શકે છે. 


લીમડો કોકરોચને ભગાડશે-
લીમડાથી કોકરોચ અને અન્ય કીટણુંથી છૂટકારો મેળવી શકાય છે. લીમડાના તેલ અને પાઉડરનો ઉપયોગ કોકરોચ મારવા માટે કરવામાં આવે છે. લીમડાના તેલને પાણીમાં મેળવીને સારી રીતે એક મિશ્રણ તૈયાર કરો. જ્યાં કોકરોચ ફરે છે ત્યાં આ પાણીનો સ્પ્રે કરી દો. જો તમે પાઉડરનો ઉપયોગ કરો છો તો જે જગ્યાએ કોકરોચ દેખાઈ છે ત્યાં પાઉડર છાંટી દો. 


બોરિક એસિડનો ઉપયોગ કરો-
જો તમે કોકરોચમાંથી મુક્તિ મેળવવા માગો છો તો બોરિક એસિડ સૌથી સારો ઘરેલું ઉપાય છે. તેના માટે તમે એસિડ પાઉડરને ઘરના ખુણામાં અને ફ્લોર પર છાંટી દો. બેરિક એસિડના સંપર્કમાં આવતાં જ કોકરોચ મરી જશે. આ પાઉડર જો ભીનો થઈ જશે તો તે કામ નહીં કરે. આ ઝેરીલો પાઉડર હોવાથી બાળકોને આનાથી દૂર રાખો. 


કોકરોચથી મુક્તિ મેળવવાના ઘરેલું ઉપાય-
આપણે ભારતીયો દરેક ચીજવસ્તુ માટે ઉપાયો શોધીએ છીએ. ત્યારે કોકરોચમાંથી મુક્તિ મેળવવાના અનેક ઉપાયો છે. જેમાં બજારમાં મળતા લક્ષ્મણ રેખા અને એસિડથી પણ તમે કોકરોચને ભગાડી શકો છો. 


બજારમાં મળતાં સ્પ્રે-
જો તમને ઘરમાં, બેડરૂમમાં કે ગમે ત્યાં પણ કોકરોચ દેખાઈ છે તો તમે બજારમાં મળતાં સ્પ્રેને ઘરમાં રાખી શકો છો. જ્યારે કોકરોચ દેખાઈ ત્યારે તેના પર સીધો સ્પ્રે કરી દો. જો કે, કોકરોચમાંથી મુક્તિ મેળવવાનો આ સુરક્ષિત ઉપાય નથી. અને સાથે જ તેમાં પૈસા પણ વધારે ખર્ચ થશે અને કોકરોચમાંથી મુક્તિ પણ નહીં મળે. 


ઘરના કચરાને બહાર ફેંકો-
ઘરમાં પડેલા કચરાને બહાર ફેંકવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ભીના કચરાને હંમેશા ઢાંકીને રાખો અને તેને બને તેટલું જલદી ઘરની બહાર ફેંકી દો. કેમ કે, જો કચરો ઘરમાં હશે તો કીટાણું આવવાની પૂરી શક્યાતા છે. 


સિંકમાં બગડેલા વાસણ ન મૂકો-
ઘરના સિંકમાં લાંબા સમય સુધી જમ્યા પછીના બગડેલા વાસણ ન પડ્યા રાખવા. કેમ કે, સિંકમાં બગડેલા વાસણ રાખવાથી કોકરોચ આવી શકે છે.